ચીન સાથેની આંધળી દુશ્મનાવટ
અમેરિકાના સમર્થનની થોડી કે નહીંવત આશા ને લીધે શું મોદી ચુપચાપ ભારતીય સૈનિકોને પાછા ખેંચશે?
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
એ જ દિવસે (૨૬ જૂન) કે જ્યારે ડોકલામ અથવા ડોંગલંગ મેદાની પ્રદેશની ચીની બાજુ પર થઇ રહેલ એક માર્ગ બાંધકામને રોકવા માટે ભારતીય ટુકડીઓએ ચીન સાથે ભારતની સિક્કિમ સરહદને ઓળંગી હતી, તે વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડી.સી.માં સાવધાની પૂર્વક ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની “પ્રથમ અમેરિકા"ની નીતિઓ બાબતે નવી દિલ્હીના મતભેદોને હળવી રીતે મૂકી રહ્યા હતા. માત્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ જ નહિ પણ ભારતના મોટા માધ્યમો પણ ચિંતિત હતા કે ક્યાંક ઈન્ડો-અમેરિકાના વ્યૂહાત્મક જોડાણનું સંભવિત ડાઉનગ્રેડિંગ કરવામાં ન આવે, જે "વૈશ્વિક"વ્યૂહાત્મક ભાગીદારી"ને ભારતની તેની "મહાન શક્તિ" બનવાની મહત્વાકાંક્ષાને પૂરી કરવાની પ્રક્રિયામાં ભારતના વિશિષ્ટ શાસકવર્ગ દ્વારા મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. વડાપ્રધાનના હિંદુત્વવાદી જમણા હાથ જેવા લોકોના મગજની ઉપજ, જેમાં ચીન સાથેની સરહદના વિવાદમાં – અગાઉની બે બાબતો, એક ઉત્તર પુર્વમાં આવેલ મેકમોહન લાઇન અને બીજી ઉત્તર પશ્ચિમમાં આવેલ અક્ષય ચીન પર ભારતના દાવા ઉપરાંત એક ત્રીજું પરિબળ એવી આ યોજના કદાચ, ચીન વિરોધી ગઠબંધન સાથે અમેરિકી સામ્રાજ્યવાદને જોડવા માટેજ ખાસ તૈયાર કરવામાં આવી છે. પરંતુ શું આનાથી વાસ્તવિક સ્થિતિ આડે માર્ગે નહિ ફંટાઈ જાય?
૨૦૧૪ની મધ્યમાં, જ્યારે મોદી સરકારે સત્તા ધારણ કરી ત્યારથી બરાક ઓબામા વહીવટીતંત્રએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો ભરપુર લાભ લઇ નવી દિલ્હીને, અમેરિકાની ચીન સાથેની સંઘર્ષપૂર્ણ સ્પર્ધામાં ભારતને આગળ પડતો ભાગ લેવા માટે તૈયાર કર્યું છે. ખાસ કરીને વોશિંગટન દ્વારા ભારતને સામેલ કરીને તેને "મુખ્ય સંરક્ષણ પાર્ટનર" તરીકેનું બિરુદ આપવા પાછળનું કારણ, તેની સાથે અમેરિકા(યુ.એસ.)ના નજીકના સાથીઓ અને ભાગીદારો સાથે સુસંગત રીતે, સંરક્ષણ ટેકનોલોજીની આપ-લે થઇ શકે તે માટે તેને હકદાર બનાવવું અને તેના બદલામાં એક લોજિસ્ટિક્સ એક્સ્ચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ હેઠળ અમેરિકી લશ્કર ભારતીય લશ્કરી થાણા પર "આગળથી જમાવટ" કરી શકે તે સુનિશ્ચિત કરવું છે. હકીકતમાં, ૨૦૧૬ ડિસેમ્બરના પ્રારંભમાંજ જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ચુંટાયેલા ટ્રમ્પે ઈશારો હતો કે તેમની સરકાર યુ.એસ.ની "વન ચાઇના" નીતિ જે બેઇજિંગને આખા ચીનની એકમાત્ર કાયદેસરની સરકાર તરીકે સ્વીકારે છે અને જે છેલ્લાં ૪૫ વર્ષથી ચીન-અમેરિકન મુત્સદ્દીગીરીનો પાયો છે તેના પાલન માટે બંધનકર્તા નહિ રહે અને એવો પણ સંકેત કર્યો હતોકે તે ચીનની સરકાર સાથેના તમામ દ્વિપક્ષીય મુદ્દાઓને અન્ય વિવાદાસ્પદ ઘટનાઓને ધ્યાનમાં લઈને નિર્ણયો લેશે, આથી મોદીના સલાહકારોએ એવું માની લીધું હશે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતના ચીન સામેના તમામ પ્રાદેશિક દાવાઓને સ્વીકારવા માટે તૈયાર હશે.