ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

વિકાસદર ઘટ્યો

વર્ષ ૨૦૧૬-૧૭ ના છેલ્લાં બે ત્રિમાસિક ગાળામાં નોંધાયેલ નીચા વિકાસદરે નોટબંધીના કારણે થયેલા નુકસાનની પુષ્ટિ કરી

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ફેબ્રુઆરી ૨૦૧૭માં, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) એ જાહેરાત કરી કે ૨૦૧૬-૧૭ ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં (જીડીપી)નો વૃદ્ધિદર ૭ ટકા અને નાણાકીય વર્ષ માટે ૭.૧ ટકા રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તક નો લાભ લઇ, વિકાસ પર નોટબંધી ને કારણે પ્રતિકૂળ અસરો થવા અંગે તેમના ટીકાત્મક અવલોકનો માટે "હાર્વર્ડમાંથી આવતા લોકો" કહી તેમનો ઉપહાસનો કર્યો હતો. જુદી જુદી જાહેર રેલીઓમાં, મોદીએ સંસદમાં મનમોહન સિંઘ દ્વારા, જીડીપી વૃદ્ધિમાં ૨ ટકા જેટલો ઘટાડો શક્ય હોવાના કરાયેલ અવલોકનનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો, અને અમર્ત્ય સેનના દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો કે નોટબંધીની અનૌપચારિક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થશે. ત્રિમાસિક ગાળાના આંકડાઓ હજુ નોટબંધીની અસરો દર્શાવી રહ્યા નથી તેમ સરકારી આંકડાશાસ્ત્રીઓએ પણ જણાવ્યું હતું. તેમછતાં  મોદીએ જણાવ્યું હતું કે "તેમના જૂઠાણાંનો પર્દાફાશ થયો છે." ૩૧મી મેના રોજ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ)દ્વારા બહાર પડાયેલ વૃદ્ધિદરના અંદાજો ૨૦૧૬-૧૭ ના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં ધીમી વૃદ્ધિ દર્શાવે છે, જે અર્થતંત્ર પર નોટબંધીની નકારાત્મક અસરની પુષ્ટિ કરે છે અને મોદીનું "જૂઠાણું" ખુલ્લું પાડે છે.

ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસદર, ૨૦૧૫-૧૬ના ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ૦.૬ દશાંશ જેટલો ઘટીને ૬.૭ ટકા થયો છે, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં તે ૩.૧ દશાંશ જેટલો ઘટીને ૮.૭ ટકાથી ઘટીને ૫.૬ ટકા થયો છે. ૨૦૧૩-૧૪ માં, જયારે અર્થતંત્રનો વિકાસ ૫.૩ ટકાના દરે થયો હતો ત્યારથી લઈને આજસુધીનો, ચોથા ત્રિમાસિક ગાળા ની વૃદ્ધિનો, આ સૌથી નીચો વિકાસદર છે. આ આંકડા સુધારા વગરના છે, અને જો ઔદ્યોગિક ઉત્પાદનના સુધારેલા ઈન્ડેક્સ (આઈઆઈપી) અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઈ) માટે છૂટ આપવામાં આવે તો ૨૦૧૩-૧૪ના ચોથા ત્રિમાસિક ગાળા દરમ્યાનની વૃદ્ધિ  આનાથી વધુ હશે, જે છેલ્લા ચોથા ત્રિમાસિક ગાળાના વૃદ્ધિદર ને, ૨૦૧૧-૧૨ માં છ વર્ષ પહેલાં નવી શ્રેણી શરૂ થઈ ત્યારથી લઇ આજસુધીનો સૌથી નીચો વિકાસદર બનાવે છે.    નાણાકીય વર્ષોની દ્રષ્ટિએ પણ, વર્ષ ૨૦૧૬-૧૭ માં કુલ ઉમેરાયેલ મૂલ્ય(ગ્રોસ વેલ્યુ એડેડ) (જીવીએ)માં, ૬.૬ ટકાનો વિકાસ થયો હતો, જે અગાઉના વર્ષ કરતા ૧.૩ ટકા જેટલો ઘટાડો દર્શાવે છે, જે વર્ષ ૨૦૧૨-૧૩ પછી સૌથી ઓછો છે. છેલ્લા વર્ષ દરમ્યાન જીડીપીમાં થયેલ વૃદ્ધિ ૭.૧% છે, જે વાસ્તવિક રૂપે ચોખ્ખા પરોક્ષ વેરામાં થયેલ ૧૨.૮% ના વધારા ના યોગદાનને કારણે વધુ દેખાય છે, જે જૂની રાષ્ટ્રીય આવક શ્રેણી ના રાષ્ટ્રીય ખાતાના પ્રમાણે ક્યારેય શક્ય ન હોત.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ)નો તાજેતરનો અંદાજ,  કુલ નિશ્ચિત મૂડી નિર્માણ (ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન)(જીએફસીએફ) દ્વારા માપવામાં આવેલા નિશ્ચિત રોકાણના દરમાં પણ ઘટાડો દર્શાવે છે. ૨૦૧૬-૧૭ માં કુલ નિશ્ચિત મૂડી નિર્માણ (ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન) (જીએફસીએફ) સ્થાયી મુલ્ય ના આધારે જીડીપીની ટકાવારી તરીકે, અગાઉના વર્ષના ૩૦.૯ ટકાથી ઘટીને ૨૯.૫ ટકા થયુ હતું. આ વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ નિશ્ચિત મૂડી નિર્માણ (જીએફસીએફ), પાછલા વર્ષના ચોથા ત્રિમાસિકની સરખામણીએ ૨૮.૫ ટકાથી ઘટીને ૨૫.૫ ટકા થયું છે. નીચું કુલ નિશ્ચિત મૂડી નિર્માણ (જીએફસીએફ), મધ્યમ ગાળામાં ઉત્પાદકતા, રોજગાર અને આવકની વૃદ્ધિને અસર કરશે.

નોંધપાત્ર છે કે, કૃષિ અને જાહેર વહીવટ, આ બે સિવાયના તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ બે ક્ષેત્રોને બાદ કરતા બીજા છ ક્ષેત્રો માં વૃદ્ધિમાં સરેરાશ ઘટાડો ૩.૮% જેટલો નીચો છે, જે ૨૦૧૫-૧૬ના આજ ક્વાર્ટરના ૧૦.૭% ની સરખામણીમાં ઘણો વધુ છે, વાર્ષિક ધોરણે આ નુકસાન લગભગ ૭ દશાંશ જેટલું થાય છે. આ બધું ગણતરીમાં લેતા, જીડીપીમાં થયેલું નુકશાન રૂપિયા ૧,૩૫,૬૦૦ કરોડ જેટલું થાય છે. સૌથી તીવ્ર ઘટાડો, બાંધકામ ક્ષેત્રે થયો હતો: ૨૦૧૫-૧૬ના ચોથા ત્રિમાસિક ગાળામાં ૬% ના વધારાની સામે, ૩.૭% નો ચોખ્ખો ઘટાડો. આ ક્ષેત્ર સૌથી વધુ સંખ્યામાં અનૌપચારિક ક્ષેત્રના કર્મચારીઓને રોજગારી આપે છે. આવો તીવ્ર ઘટાડો ઉત્પાદન, વેપાર, હોટલ અને પરિવહન તેમજ નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં પણ થયો છે. આ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંખ્યામાં અનૌપચારિક ક્ષેત્રના સાહસો છે અને નોંધપાત્ર સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે.

એવી દલીલ કરી શકાય કે છેલ્લાં બે ત્રિમાસિક ગાળામાં જોવા મળતો વૃદ્ધિદરમાં ઘટાડો, નોટબંધીની માત્ર અસ્થાયી અસર દર્શાવે છે, અને તેની મધ્યમ ગાળામાં અસર થવાની શક્યતા નથી. ભારતીય અર્થતંત્રના સ્વાભાવિક અનૌપચારિક સ્વરૂપને જોતાં, જીડીપીમાં તેના યોગદાનને માપવા માટે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે ગંભીર સવાલો છે

ઉત્પાદન અને સેવા જેવા અસંગઠિત ક્ષેત્રના કુલ ઉમેરાયેલ મૂલ્ય(ગ્રોસ વેલ્યુ એડેડ) (જીવીએ)ના યોગદાનનો અંદાજ મેળવવા માટે, આધાર વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન અસરકારક કામદાર નિવેશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદના કેટલાક વર્ષોમાં કુલ ઉમેરાયેલ મૂલ્ય(ગ્રોસ વેલ્યુ એડેડ)જીવીએ અંદાજોને આગળ ધરવા માટે કેટલીક સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અસરકારક કામદાર નિવેશ પદ્ધતિ માટે, અંદાજિત કામદાર નિવેશ સાઈઝની માહિતી અને ઔદ્યોગિક સંકલન વર્ગોમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ઉમેરાયેલ મૂલ્ય (વેલ્યુ એડીશન) ના આંકડા હોવા આવશ્યક છે. આવા આંકડા, ફક્ત આધાર વર્ષ માટે ઉપલબ્ધ છે. ત્યારબાદના વર્ષો માટે, આ માહિતીને જાણવી કોઇ રીતે શક્ય નથી. આના પરિણામ રૂપે, બૃહદ અર્થતાંત્રિક સ્તરે, નોટબંધીની અનૌપચારિક ક્ષેત્રે રોજગાર ઉપર તેમજ તે ક્ષેત્રમાં કામદારની અને ઉદ્યમોની આવક ઉપર થયેલ અસર સમજી શકાય તેવું સંભવ નથી. અનુગામી વર્ષોમાં જીવીએનો અંદાજ કાઢવા માટે ઉપયોગમાં લેવાય રહેલ, આઇઆઇપી અને ડબ્લ્યુપીઆઈના વલણો જેવા બૃહદ અર્થતાંત્રિક સંકેતો, અનૌપચારિક અર્થવ્યવસ્થાના યોગદાન નું અનુમાન લગાવી શકે નહિ. જો કે, ક્ષેત્રીય અહેવાલોના ઘણા બધા પુરાવાઓ, અનૌપચારિક અર્થવ્યવસ્થામાં સર્વવ્યાપી તકલીફ સૂચવે છે: રોજગાર અને આવકમાં ઘટાડો તેમજ  સ્વરોજગારી અને નાના અને મધ્યમ સાહસોની કમાણીમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૧-૧૨ના અંદાજ મુજબના ૪૮કરોડ ૪૦ લાખ કર્મચારીઓ માંથી, ફક્ત ૩ કરોડ કર્મચારીઓ ઔપચારિક ક્ષેત્રમાં છે અને બાકીના એટલે કે ૯૩% કર્મચારીઓ અનૌપચારિક ક્ષેત્રમાં છે. આમ, વપરાશમાં અને અનૌપચારિક ઘરો અને સાહસોની બચતમાં થયેલ ઘટાડો, ચોક્કસપણે આ ક્ષેત્રોમાં કાર્યરત લોકો માટે મધ્યમ-ગાળામાં મુશ્કેલ પરિસ્થિતિ સૂચવે છે. ભારતીય અર્થતંત્રને અને ખાસ કરીને અનૌપચારિક સાહસો અને લોકો જે આ ક્ષેત્રો પર આજીવિકા માટે નિર્ભર છે તેમને ગંભીર નુકસાન થયું છે. વિકાસના આ તાજા આંકડાઓ સ્પષ્ટપણે મોદી સરકારના ગેરમાર્ગે દોરતા નારાઓ અને બોદા રટણોને ઉજાગર કરે છે.

Updated On : 13th Nov, 2017
Back to Top