ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

મુશ્કેલી ની નિશાનીઓ

ભારત માટે ભરણાની આવકમાં ઘટાડો એ વિવિધ કારણોસર ચિંતાનો વિષય છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

૨૦૧૫ અને ૨૦૧૬ દરમ્યાન, વિકાસશીલ દેશોમાં કામ કરી રહેલ લોકો દ્વારા કરાતા ભરણા ની આવકમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ૨૦૧૫ માં વિકાસશીલ દેશોમાં આવી રહેલ ભરણા નો દર ૧% જેટલો ઘટ્યો હતો, ૨૦૧૬માં આ ઘટાડો વધીને ૨.૪% થયો હતો, ખાસ કરીને, વિશ્વમાં સૌથી વધુ ભરણાની આવક ધરાવનાર દેશ ભારત માટે આ ઘટાડો ૯% જેટલો ઊંડો હતો. દેશમાં જો ભરણાની આવકનો આ ટ્રેન્ડ ચાલુ રહયો તો તે ચૂકવણીના ચાલુ ખાતાના સંતુલન પર તો પ્રતિકૂળ અસર કરશેજ, પણ સાથે સાથે કેટલાક ચોક્કસ રાજ્યો, ખાસ કરીને કેરલા, જ્યાંથી પશ્ચિમ એશિયા અને અન્ય દેશોમાં કામ કરવા માટે મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરે છે, તેને નુકસાન પહોંચાડી શકે છે. ભરણા ની આવકની એકંદર આર્થિક અસર મિશ્ર છે. સરકાર ખાનગી વિદેશી રોકાણકારો માટે રેડ કાર્પેટ બિછાવી રહી છે તેમ છતાં, ભરણા ની ઓછી આવક ની સાથે સાથે સ્થિર રહેલ સરકારી આર્થિક સહાય (ઓડીએ) જેને સૌમ્ય રૂપે, વિદેશી સહાય કહેવાય છે, તે પરિસ્થિતિ દેશ માટે ભાગ્યે જ સારી હોય શકે.

અહીં આપવામાં આવેલ અંદાજો, એપ્રિલમાં પ્રકાશિત થયેલા "માઇગ્રેશન એન્ડ રેમિટન્સ" નામના રિપોર્ટમાંથીલેવામાં આવ્યા છે જેને વિશ્વ બેંક, જર્મની, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ ની સરકારી સંસ્થાઓ દ્વારા સ્થાપિત ટ્રસ્ટ, ગ્લોબલ નોલેજ પાર્ટનરશિપ ઓન માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ (કેએનઓએમએડ) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેને વિશ્વ બેંક, જર્મની, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ ની સરકારી સંસ્થાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે ૨૦૦૮ માં વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વિકાસશીલ દેશોની ભરણાની આવકમાં ઘટાડો થયો હતો, ત્યારે તે એક વર્ષની અંદર જ  પાછો સુધરી ગયો હતો. જોકે છેલ્લાં બે વર્ષમાં, કાચાતેલના નીચા ભાવ, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ ના દેશો તથા રશિયાનો નબળો આર્થિક વિકાસ અને વિનિમય દરોમાં વધઘટ સહિત ના  વિવિધ સંજોગોના સંયોજનના કારણે મોકલાતા નાણાંમાં ઘટાડો થયો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે તેના દ્વારા અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઈએલઓ) દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે દર્શાવે છે કે અકુશળ કામદારો દ્વારા અનૈતિક એજન્ટો ને જે ભરતી ખર્ચ ચૂકવવામાં આવે છે, તે ઘણી વાર એટલો બધો વધુ હોય છે કે તે તેમની વાર્ષિક આવક જેટલો થઇ જાય છે, જ્યારે પૈસા દેશમાં મોકલવાનો ટ્રાન્ઝેક્શન ખર્ચ, મોકલવાની રકમના સરેરાશ ૭.૫% જેટલો ઊંચો છે. વધુમાં, એવા ઘણા અહેવાલો છે કે જે ચોક્કસ "સમૃદ્ધ" પશ્ચિમ એશિયાઇ દેશોમાં કપરી પરિસ્થિતિમાં રહેવા મજબૂર ભારતીય બાંધકામ ઉદ્યોગના કામદારોની  દુઃખદ સ્થિતિ વર્ણવે છે. આવા ભરણાને અર્થતંત્રની વિપરીત પરિસ્થિતિમાં સહાયક ગણવામાં આવે છે, એ અર્થમાં કે તે વિદેશી ચલણનો સ્થિર સ્ત્રોત પૂરો પાડીને આર્થિક મંદીના સમયે બફર તરીકે કાર્ય કરે છે. વિશ્વ બેન્ક ના કહેવા મુજબ, છેલ્લાં બે વર્ષમાં નોંધાયેલ ઘટાડા પહેલાં, કુલ મોકલાય રહેલ નાણાં, છેલ્લા ૧૫ વર્ષોમાં ત્રણગણા વધ્યા હતા. તેની ટોચ પર ૨૦૧૪માં, ભરણાની સૌથી વધુ આવક મેળવનાર દેશ  ભારત (૭૦ અબજ ડોલર)છે અને એ પછી બીજા સ્થાને ચીન(૬૪ અબજ ડોલર) આવે છે. આ પ્રકારના ભરણાની આવક કેટલાક ચોક્કસ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી શકે છે (જેમકે નાણા પ્રાપ્તકર્તાઓ દ્વારા ઘરનું નિર્માણ વગેરે), છતાં તેના નકારાત્મક પરિણામો પણ છે, જેમાં અસમાનતાઓમાં વધારો, કામદાર પુરવઠામાં ઘટાડો અને વિપરીત જેન્ડર બેલેન્સ સામેલ છે. વિશ્વ બેન્ક જેવી બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓ દાવો કરે છે કે જે લોકો પૈસા મેળવે છે તે બેંક ખાતાઓ ખોલાવે છે, જે સરવાળે, તેમને  નાણાકીય સેવાઓ સુધી પહોંચવામાં મદદ કરે છે. વિદ્વાનો અને સંશોધકો આ જમીની દ્રષ્ટિકોણની ટીકા કરે છે કે આ ભરણા, અપૂરતા આર્થિક વિકાસ માટે જવાબદાર માળખાકીય કારણોને સંબોધતા નથી અને કહેવાતા "સ્વાવલંબીત વિકાસ" ને પ્રોત્સાહન આપવાના સાધન તરીકે ભરણા પર મદાર રખાતા, ગરીબો પર બોજો વધે છે.

ભારતનું ચૂકવણીના બાહ્ય સંતુલનનું ચિત્ર એકંદરે અસમાન છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમય સુધી નિકાસમાં આવેલ ઘટાડા પછી પાછલે મહીને તેમાં સુધારો થયો છે. એપ્રિલ થી ડિસેમ્બર ૨૦૧૬ ના સમયગાળા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ચુકવણીના બેલેન્સના આંકડાની સરખામણી, આજ સમયગાળા ના તેના પાછલા વર્ષના આંકડાની સાથે કરીએ તો, ચાલુ ખાતાની ખાધ અને વેપારી ખાધ બંને ઓછા થયા છે. ચોખ્ખા વિદેશી સીધા રોકાણમાં વધારો થયો છે, સાથેજ વિદેશી ચલણ ભંડારમાં પણ ચોખ્ખી વૃદ્ધિ થઈ છે. કાચાતેલ ના ભાવો  ત્રણ વર્ષ સુધી નબળા રહ્યા છે, પણ આવું હંમેશ માટે ન રહી શકે. ચોખ્ખા વિદેશી પોર્ટફોલિયો નું મૂડીરોકાણ સંકોચાયુ છે. નફો, વ્યાજ અને ડિવિડન્ડની વધતી જતી જાવક અને કમ્પ્યુટર સોફ્ટવેર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત સેવાઓની નિકાસવૃદ્ધિમાં આવેલ મંદી ચિંતાજનક છે. અમેરિકા(યુએસ) માં વધતા જતા સંરક્ષણવાદને લીધે આ પ્રકારની નિકાસો પર વધુ કાપ મૂકવામાં આવે તેવી ધારણા છે. અમેરિકા, પશ્ચિમી યુરોપ અને જાપાનમાં મધ્યમ ગાળા દરમિયાન ભારતના સંભવિત નિકાસ માટેની માંગમાં કોઈ નોંધપાત્ર વધારો થશે કે કેમ તે પણ અનિશ્ચિત છે.

ભરણાની આવકમાં આવેલ ઘટાડાને આ વિસ્તૃત સંદર્ભમાં જોવાની જરૂર છે. હંગામી ધોરણે પ્રવાસી, અર્ધ કુશળ કામદારોની આજીવિકામાં યોગદાન આપી, ભારત સહિતના ઘણા વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થામાં ભરણાની આવકની ભૂમિકા વધતી જઈ રહી છે. ભરણાનો અન્ય નોંધપાત્ર સ્ત્રોત, ઉત્તર અમેરિકામાં મુખ્યત્વે સૉફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્ય કરી રહેલ ભારતીય મૂળના નાગરીકો છે. એચ -1 બી (H1B) વિઝા પરના તાજેતરના નિયંત્રણોને કારણે, ભરણાની આવકના આ સ્ત્રોત પર પ્રતિકૂળ અસર થવાની ધારણા છે, જેનો ઉપયોગ મોટાપ્રમાણમાં રહેઠાણ સહિત બીજી અન્ય અસ્કયામતો ખરીદવા માટે થાય છે.

એકંદરે, ભરણાની આવક માં થયેલ ઘટાડો, સરકારના અંકુશની બહારના પરિબળોને કારણે છે, પરંતુ તે ચોક્કસપણે ચિંતાની બાબત છે.

 

  

Updated On : 13th Nov, 2017
Back to Top