ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

શું તેઓ એકસાથે આવી શકશે?

વિપક્ષો એ વ્યક્તિત્વો થી આગળ વધી એક વૈકલ્પિક દ્રષ્ટિએ જોવાની જરૂર છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

એ શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે ગોઠવાયેલ તમામ રાજકીય પક્ષો, ૨૫મી જુલાઇ એ જ્યારે પ્રણવ મુખર્જીનો ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થાય છે ત્યારે રાષ્ટ્રપતિ પદ ની ચૂંટણી લડવા માટે એક સામાન્ય ઉમેદવાર પર સર્વસંમત થઇ શકે છે. પરંતુ ૨૦૧૯ ની સામાન્ય ચુંટણી પહેલા બિહારની ઢબે ભાજપ વિરોધી મહાગઠબંધન થઇ શકવા ની શક્યતા નહીવત લાગે છે. એવું માનવામાં આવે છે કે  જો ભાજપ વિરોધી બધા જ મતદારો એક સાથે આવ્યા હોય તો, તેઓ શાસક પક્ષને હરાવી શકે છે. પરંતુ રાજકારણ ચૂંટણીનું અંકગણિત માત્ર નથી. વિરોધી પક્ષો ની વચ્ચે અને પરસ્પર રહેલા વિરોધાભાસો, તેમજ પ્રાદેશિક હિતોના સમાધાન માટે તેમની અસમર્થતા અને જેને રાષ્ટ્રીય અનિવાર્યતા ગણી શકાય એવી સ્થિતિ દર્શાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ નજીકના ભવિષ્યમાં ચિંતા કરવાની જરૂર નથી.

દાખલા તરીકે,  ઉત્તરપ્રદેશ (યુપી) માં , બહુજનસમાજ પાર્ટી (બીએસપી) ના માયાવતી એ એવો સંકેત આપ્યો છે કે તે કદાચ સમાજવાદી પાર્ટી (એસપી) સાથે હાથ મિલાવવા માં પાછીપાની નહિ કરે જ્યાં સુધી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી, તેમના પિતા મુલાયમ સિંહ યાદવ અને કાકા શિવપાલ સિંહ યાદવ દ્વારા કરાય રહેલ હુમલાઓને જોતા અખિલેશ આ પદ પર પકડ રાખી શકશે કે કેમ એ સવાલ પુછાય રહ્યો છે. જોકે એ સ્પષ્ટ છે કે હાલમાં સમાજવાદી પાર્ટી, નવેમ્બર ૧૯૯૩ માં વ્યંગાત્મક રીતે, બસપા સાથે ના જોડાણમાં સત્તા માં આવી ત્યાર થી લઈને આજ સુધી ની સૌથી નબળી સ્થિતિ માં છે. હજુ એ પણ જોવાનું બાકી રહે છે કે માયાવતી ૧૯૯૫ ની બીજી જુને મુલાયમ અને શિવપાલ પ્રત્યે નિષ્ઠા ધરાવતા એસપી ના ગુંડાઓ દ્વારા પોતાના પર કરવામાં આવેલ હુમલા ને ભૂલી શકશે કે કેમ.

માયાવતીની જેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ  કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) -CPI (એમ)ની આગેવાની હેઠળ કાર્ય કરી રહેલ ડાબેરી મોરચા સાથે હિસાબ સરખો કરવાનો છે.

તેઓ ૧૯૯૧ માં પાસે સીપીઆઇ (એમ) સાથે સંકળાયેલ મનાતા ગુંડાઓ દ્વારા તેના પર કરાયેલ હુમલાને ભૂલી ગયા હોય એ શક્ય નથી જેમાં તેમને માથાને ભાગે ઇજા થઇ હતી. તેમછતાં આજે, રાજ્ય અને કેન્દ્ર બંનેમાં ભાજપ, સીપીઆઇ (એમ) અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), બંને નો મુખ્ય રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષ છે. જો રાષ્ટ્રીય સ્તર પર જોડાણ થાય તો પણ, શું  ડાબેરી પક્ષ અને ટી.એમ.સી. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં એકબીજા સામે ઉમેદવારો ઉભા નહિ કરે? આ એક વણ ઉકેલાયેલો કોયડો છે.

તમિલનાડુમાં, ભાજપ એવા સમયે પ્રવેશવા નો કરવા પ્રયાસ કરી રહી છે, જ્યારે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઇએડીએમકે) અવ્યવસ્થાભરી પરિસ્થિતિ માં છે. એઆઇએડીએમકે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) સાથે હાથ મિલાવે તે સંભવના નહીવત છે. ઓડિશામાં, બીજેપી નવીન પટનાયકની આગેવાની હેઠળ ના બીજુ જનતા દળ (બીજેડી) ની સાથે સ્પર્ધા માં છે, જેઓ ચોથી વખત તેના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયા છે. પટનાયક માટે કોંગ્રેસ (જે કોઈપણ ભાજપ-વિરોધી ગઠબંધન નો ભાગ હશે જ) સાથે નું જોડાણ રાજકીય દ્રષ્ટીએ શક્ય નથી કેમકે આનાથી રાજ્યમાં ભાજપની તરફેણમાં મતો નું એકત્રીકરણ થવાની શક્યતા રહેલી છે. કેરળમાં પણ, ડાબેરીઓ અને કોંગ્રેસ બંને તેમના "મોટા શત્રુ" સામે એકસાથે આવી શકે એમ નથી.

૧૯૬૭,૧૯૭૭ અને ૧૯૮૯ માં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ વિરોધી મજબૂત ગઠબંધનો હતા. રામ મનોહર લોહિયા અને મધુ લિમયે જેવા સમાજવાદી નેતાઓ નેતૃત્વ હેઠળ ડાબેરીઓ અને જમણેરીઓ (જન સંઘ દ્વારા પ્રસ્તુત) ૧૯૬૭ માં ઉત્તર ભારતમાં કોંગ્રેસ ને હરાવવા માટે એક સાથે આવ્યા હતા. ઈન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૫ માં લાદવામાં આવેલ ઇમર્જન્સી પછી, માર્ચ ૧૯૭૭ માં તેમની સરકારને હરાવવા માટે કોંગ્રેસ વિરોધી દળો એકઠા થયા હતા, જ્યારે વિશ્વનાથ પ્રતાપ સિંઘ ડીસેમ્બર ૧૯૮૯ માં રાજીવ ગાંધીની સરકારને હરાવવા માટે ડાબેરીઓ અને જમણેરીઓ ને સાથે લાવવા માં અસ્થાયીરૂપે સફળ થયા હતા. પરંતુ ત્યારની અને હાલની પરિસ્થિતિ અલગ છે. ઇતિહાસ દર્શાવે છે કે કોઈ રાજકીય એજન્ડા વગર માત્ર વ્યક્તિત્વ પર વધુ પડતો ભાર મૂકવા નું પરિણામ માત્ર અલ્પકાલિક ન રહેતા, વિરુદ્ધ માં જઈ શકે છે. દાખલા તરીકે, ૨૦૦૪ માં અટલ બિહારી વાજપેયીની નેતા તરીકે ની ઘણી વ્યાપક સ્વીકાર્યતા છતાં કૉંગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ પ્રગતિશીલ એલાયન્સ (યુપીએ) સત્તામાં આવી હતી, કદાચ એનું કારણ એ હતું કે શાસક ગઠબંધન તેના પોતાના "ઇન્ડિયા શાઇનીંગ" અભિયાનના ભ્રમ ને માનવા લાગ્યો હતો.

જોકે કૉંગ્રેસ-મુક્ત દેશ નું મોદીનું માનીતું સ્વપ્ન પૂર્ણરૂપે સાકાર થવાનું હજી બાકી છે. જો કોંગ્રેસ ૨૦૧૮ માં કર્ણાટક માં તેની સત્તા ગુમાવે છે, તોપણ  તે તેની સ્થિતિને રાજસ્થાન અને કદાચ,છત્તીસગઢમાં  સુધારી શકે છે. ભારતની "ભવ્ય જૂની પાર્ટી" અત્યંત નિરાશાજનક સ્થિતિમાં છે અને તેથીજ આગામી સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ-વિરોધી ગઠબંધન ની રચનામાં સૌથી વધુ હિત ધરાવે છે. પરંતુ કોંગ્રેસ કદાચ માત્ર દિવાસ્વપ્ન માં રાચી રહી હોય શકે છે. જો તે ભાજપ-વિરોધી ગઠબંધનનો એક ભાગ ના બને તો શું હજુ પણ કેટલાકને લાગે છે કે બિન-ભાજપ અને  બિન-યુપીએ સિવાય કોઈ  "ત્રીજો મોરચો" શક્ય છે?  ફરી એકવાર, અહીં જવાબો કરતા પ્રશ્નો વધુ છે.

બિહારના ભવ્ય ગઠબંધનની નકલ અન્ય રાજ્યો માં કરી શકાય એ અશક્ય છે, પણ એનો અર્થ એવો નથી કે જે પક્ષો ભાજપના કોમી અને બહુમતવાદી રાજકારણનો વિરોધ કરે છે તેમણે નિરાશ થઇ પોતાના પ્રયાસો છોડી દેવા જોઈએ અને મોદી ના ધમાસાણ સામે તેને પડકારરૂપ કાર્યક્રમો અને નીતિઓ ઘડવાની યોજનાને ભૂલી જવી જોઈએ. પહેલીવાર, ભારત પાસે એક વિચારાત્મક રૂપે સંકલિત અને એકજુટ પક્ષ લોકસભા માં મોટાભાગની બહુમતી ધરાવે  છે. વ્યક્તિત્વ અસરકારક હોય શકે પરંતુ રાજકારણે તેથી ચડિયાતા થવું ઘટે. ભાજપનો અસરકારક રીતે સામનો કરવા, તેના વિરોધીઓએ ભારત માટે એક વૈકલ્પિક દ્રષ્ટિકોણ તેમજ અલગ નીતિઓ અને કાર્યક્રમ ને સ્પષ્ટપણે વ્યક્ત કરવો જોઈએ.

 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top